માણસ ક્યારેક પોતાની ધુન કે વિચાર પાછળ એવો ગાંડો થઇ જાય છે કે તે કેટલાય ખોટા નિર્ણયો લઈ બેસે છે અને ત્યારે એને એના સ્વજનોની વાતો સમજાતી નથી અને તે એમ જ માને છે કે તે પોતે જ તેનો ભાગ્ય વિધાતા છે.He is the writer of of his own destiny આવી ધુન માં તે ખોટા નિર્ણયો લઈ કેટકેટલી જિંદગીઓ તબાહ કરી નાખે છે.
પરંતુ સમય જતાં જ્યારે એજ જુના શબ્દો અને જજબાતો નવા સ્વરુપે તેની સમક્ષ આવે છે ત્યારે તેને એવો અહેસાસ થાય છે કે - No one can write his own destiny કોઈ જ પોતાનું ભાગ્ય જાતે લખી શકતું નથી. જિંદગીમાં બનતી બધી જ ઘટનાઓ તકદીરમાં લખ્યા મુજબ જ થાય છે અને એમાં કોઇ જ ફેરફાર કરી શકતું નથી. ક્યારેક કોઈ પરિસ્થિતિ કે ઘટના સામે વિદ્રોહ ની આંધી જગાવી માનવી એવા ભ્રમમાં રાચે છે કે તેણે પોતાની તકદીર જાતે જ લખી છે પરંતુ તેનું નસીબ તેને ભાગ્ય ની ચોપાટ પર એવો ભુલો પાડે છે કે તે ફરી થી હતો ત્યાં ને ત્યાં જ આવી જાય છે ત્યારે વ્યક્તિને સમજાય છે કે તેેણે પોતાની ધુનમાં ખોટા નિર્ણયો લઈ ને પોતાની જિંદગીમાં શું ગુમાવ્યું છે. વર્ષોનો શારિરીક - માનસીક સંઘર્ષ, અને એકલતા વેઠ્યા પછી જ્યારે માણસને ખબર પડે છે કે તેણે કશું જ નથી મેળ્વયું તે તો હતો ત્યાંનો ત્યાં જ છે ત્યારે તે પોતાની જીદમાં જેમની જિંદગીઓ બગાડી છે તેમની સમક્ષ માફી માંગવાને લાયક પણ નથી રહેતો
પપ્પા તમે સાચા હતા હું મારી નાદાની માં તમારી વાત ન જાણી શક્યો. તમે જે જોઈ શકતા હતા કે સમજી શકતા હતા તે જોવા કે સમજવા ને લાયક હુ ન હતો I am sorry papa
No comments:
Post a Comment