Wednesday, January 29, 2014

જાગો મતદાર જાગો

                                 જાગો  મતદાર જાગો 

કયાં સુધી કોન્ગ્રેસ , ભાજપ કે અન્ય કોઇ પક્ષ ના ચશ્માથી જ દુનિયા જોશો? હવે સમય આવી ગયો છે વષોૅ થી આંખો પર લગાડેલી પટ્ટીઓ હટાવવાનો. ક્યારેક વિચારધારા તો ક્યારેક વ્યક્તિ ના નામે અત્યાર સુધી ગમે તેવા ઉમેદવારો ને ચૂંટી લીધા . 

   વિચારધારા અને પક્ષના નામે વષોૅ સુધી બહુ ઉલ્લુ બન્યા. ચૂંટણી વખતે બધા પક્ષો સામાન્ય માણસ ના કલ્યાણ વાતો કરે છે પણ ચંૂટણી પછી ગમે તે પક્ષ ની સરકાર આવી હોય કામો તો માત્ર માનીતા ઉધ્યોગપતિઓ  ના જ થયા છે. આઝાદી પછી સત્તાધીશો ની કૃપાથી તેમના માનીતા ઉધ્યોગપતિઓ ની સંપતિ માં હજારો કરોડ નો વધારો થયો છે તો સામા પક્ષે ગરીબોની હાલત દિવસે દિવસે કફોડી બનતી જાય છે. ગરીબી હટાવાની યોજનાઓમાં લાખો કરોડ ના ખચૅ પછી પણ આજે દેશમાં કરોડો લોકો ગરીબી માં જીવી રહ્યા છે.ક્યાં ગયા આ લાખો કરોડ રુપિયા?  

 ઉધ્યોગપતિઓ ને હજારો કરોડની ટેક્ષ રાહત આપનારી સરકારો ને ખેડુતોને અપાતી ખાતરની અને સામાન્ય માણસને અપાતી કેરોસીન , ગૅસની સબસીડી ખૂચે છે. 

  વષૅોથી માણસને ધમૅ , જાતિ, પ્રદેશ કે ભાષાના વાડામાં વહેચી વોટબેંક ઉભી કરી રાજકારણીઓ નિશ્ર્ચિંત થઇ ગયા છે કારણ કે તેઓ જાણી ગયા છે કે તેઓ ગમે તેટલો ભ્રષ્ટાચાર અને ગોટળા કરશે તો પણ છેવટે લોકો તે બધુ ભૂલી જઇ ચૂંટણી માં મત તો ધમૅ કે જાિત ના મુદ્દા પર આપશે. 

 પણ હવે સમય  આવી  ગયો છે કે આપણે સહુ ધમૅ, જાતિ, પ્રદેશ, પક્ષ કે વિચારધારા ના નામે ગમે તેવા ઉમેદવારો ને જિતાડવાના બદલે સારા , સ્વચ્છ છબી વાળા પ્રમાણિક ઉમેદવારો ને જિતાડીએ.

                   ------------સુરેશ ત્રિવેદી